ADVERTISEMENT

ADVERTISEMENT

બોલિવૂડના પાવર કપલ દીપિકા-રણવીર તેમના પ્રથમ બાળકને આવકારવા આતૂર

છેલ્લાં ઘણા સમયથી દીપિકાની પ્રેગ્નેન્સીની અફવા ચાલી રહી હતી. આ અફવાએ ત્યારે જોર પકડ્યું જ્યારે દીપિકા લંડનમાં 77મા BAFTA સમારોહમાં સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી હતી.

 રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર તેમના સમાચાર જાહેર કર્યા  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર તેમના સમાચાર જાહેર કર્યા / / Instagram - @deepikapadukone

છેલ્લાં ઘણા સમયથી દીપિકાની પ્રેગ્નેન્સીની અફવા ચાલી રહી હતી. અફવાએ ત્યારે જોર પકડ્યું જ્યારે દીપિકા લંડનમાં 77મા BAFTA સમારોહમાં સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી હતી. અફવા પર ખુદ દીપિકા અને રણવીરે પૂર્ણવિરામ મૂકી દીધું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે તેઓ સપ્ટેમ્બર 2024માં તેમના પહેલા બાળકનું વિશ્વમાં સ્વાગત કરશે.

સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા ફેન્સ અને સેલિબ્રિટીઝે શુભેચ્છાનો વરસાદ કરી દીધો હતો.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં લગ્ન કર્યાં હતાં. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા'ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યાં અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 'ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા', 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' અને '83'માં સાથે જોવા મળ્યાં છે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કોંકણી અને સિંધિ રીત રિવાજથી ઇટલીમાં લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલાં દીપિકા-રણવીરના લગ્નનો વીડિયો વાઇરલ થયો હતો.

તાજેતરમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ પુત્રને જન્મ આપ્યો છે અને હવે બીજા સેલિબ્રિટી કપલ દીપિકા અને રણવીરસિંહના બાળકને લઇને બોલિવૂડમાં ઉત્સાહ છે.

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?