ADVERTISEMENT

ADVERTISEMENT

USCIS ગ્રીન કાર્ડના મુખ્ય ફોર્મમાં ફેરફાર

USCISએ જણાવ્યું કે નવા ફોર્મની એડિશન તારીખ 18 સપ્ટેમ્બર, 2026 રહેશે અને તે 20 જાન્યુઆરી, 2025ની એડિશનનું સ્થાન લેશે.

 USCIS USCIS / IANS

અમેરિકાની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) આવતા મહિને કાયમી નિવાસ માટેના મહત્વના અરજી ફોર્મમાં સુધારો કરશે. એજન્સીએ ચેતવણી આપી છે કે ફેરફાર અમલમાં આવ્યા બાદ જૂની એડિશનનું ફોર્મ સબમિટ કરવામાં આવશે તો તેને રિજેક્ટ કરવામાં આવશે.

USCISના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, Form I-485, Application to Register Permanent Residence or Adjust Statusની નવી એડિશન 18 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

Form I-485નો ઉપયોગ અમેરિકામાં પહેલેથી હાજર એવા પાત્ર અરજદારો કાયદેસર કાયમી નિવાસી દરજ્જો મેળવવા માટે કરે છે, જેને સામાન્ય રીતે ગ્રીન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે.

આ ફેરફાર ખાસ કરીને રોજગાર આધારિત અને પરિવાર આધારિત કાયમી નિવાસ મેળવવા માટે પ્રક્રિયામાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વનો છે. તેમાં એવા અરજદારો પણ સામેલ છે, જેઓ ઇમિગ્રન્ટ વિઝા નંબર ઉપલબ્ધ થવાની રાહ વર્ષોથી જોઈ રહ્યા છે.

USCISએ જણાવ્યું કે નવા ફોર્મની એડિશન તારીખ 18 સપ્ટેમ્બર, 2026 છે અને તે 20 જાન્યુઆરી, 2025ની એડિશનનું સ્થાન લેશે.

એજન્સીએ અરજદારો અને ઇમિગ્રેશન વકીલો માટે નવા ફોર્મ તથા તેની સાથેની સૂચનાઓનું પ્રિવ્યૂ પણ ઉપલબ્ધ કરાવ્યું છે. USCISએ સ્પષ્ટ કર્યું છે કે બંને એડિશન એકસાથે સ્વીકારવામાં આવે તેવી કોઈ ગ્રેસ પિરિયડ રહેશે નહીં.

અરજદારોએ પોતાની અરજી કઈ એડિશન પર કરવી તે અરજી પોસ્ટમાર્ક કરવામાં આવી છે અથવા ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવામાં આવી છે તે તારીખના આધારે નક્કી કરવું પડશે.

USCIS 20 જાન્યુઆરી, 2025ની જૂની એડિશન 18 સપ્ટેમ્બર પહેલાં પોસ્ટમાર્ક થયેલી અથવા ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ થયેલી અરજી માટે સ્વીકારશે.

પરંતુ 18 સપ્ટેમ્બર અથવા ત્યારબાદ પોસ્ટમાર્ક થયેલી અથવા ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ થયેલી અરજીમાં જૂની એડિશન હશે તો USCIS તેને રિજેક્ટ કરશે.

તે જ રીતે, અરજદારોએ 18 સપ્ટેમ્બર પહેલાં નવી એડિશન સબમિટ કરવી નહીં. USCIS નવી 18 સપ્ટેમ્બર, 2026ની એડિશન માત્ર તે તારીખે અથવા ત્યારબાદ પોસ્ટમાર્ક થયેલી અથવા ઇલેક્ટ્રોનિક રીતે ફાઇલ થયેલી અરજી માટે જ સ્વીકારશે.

આ મર્યાદિત ટ્રાન્ઝિશનને કારણે અરજી ફાઇલ કરવાની તારીખ ખાસ મહત્વની બની જાય છે. ખોટી એડિશનનો ઉપયોગ કરવાથી USCIS અરજીની યોગ્યતા અંગે વિચારણા કરે તે પહેલાં જ અરજી રિજેક્ટ થઈ શકે છે.

USCIS અનુસાર, સુધારેલું Form I-485 તાજેતરમાં જાહેર કરાયેલા પબ્લિક-ચાર્જ આધારિત અયોગ્યતા સંબંધિત અંતિમ નિયમ સાથે એડજસ્ટમેન્ટ-ઓફ-સ્ટેટસ પ્રક્રિયાને સુસંગત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

પબ્લિક-ચાર્જ જોગવાઈ હેઠળ એ તપાસવામાં આવે છે કે અરજદાર જીવનનિર્વાહ માટે મુખ્યત્વે અમેરિકન સરકાર પર નિર્ભર થવાની શક્યતા ધરાવે છે કે નહીં. વિવિધ અમેરિકન સરકારો હેઠળ આ જોગવાઈના અમલમાં ફેરફારો થતા રહ્યા છે અને તે ઇમિગ્રેશન નીતિનો ચર્ચાસ્પદ મુદ્દો પણ રહ્યો છે.

USCISએ પોતાની નોટિફિકેશનમાં ફાઇલિંગ તારીખ અથવા ફીમાં કોઈ અલગ ફેરફાર જાહેર કર્યો નથી. એજન્સીએ અરજદારોને નવા ફોર્મનું પ્રિવ્યૂ અને વિગતવાર સૂચનાઓ માટે Form I-485ના સત્તાવાર વેબપેજની મુલાકાત લેવા જણાવ્યું છે.

ભારતીય પ્રોફેશનલ્સ રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો મોટો હિસ્સો છે, ખાસ કરીને ટેક્નોલોજી, મેડિસિન, એન્જિનિયરિંગ અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં. વાર્ષિક ઇમિગ્રન્ટ વિઝા મર્યાદામાં દરેક દેશ માટેની મર્યાદા હોવાને કારણે ઘણા ભારતીય અરજદારોને કાયમી નિવાસ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે.

Form I-485 ફાઇલ કરનારા અરજદારો પર્મનેન્ટ રેસિડન્સીની અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન સંબંધિત રોજગારની પરવાનગી અને મુસાફરીની મંજૂરી માટે પણ અરજી કરી શકે છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?