નીના બક્ષી / Facebook
ભારતીય મૂળની કેલિફોર્નિયાની મેકઅપ આર્ટિસ્ટ નીના બક્ષી આ વર્ષની શરૂઆતમાં મેક્સિકોના સેનોટે લા નોરિયા ખાતે યોજાયેલી ગાઇડેડ ઓલ-ટેરેન વ્હીકલ (ATV) ટૂર દરમિયાન પુલ પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 13 મેના રોજ શરૂ કરાયેલા ફંડરેઝર અભિયાનમાં તેમણે પોતાની આ દુર્ઘટના અને સારવાર વિશે માહિતી આપી હતી.
બક્ષીએ જણાવ્યું કે જન્મદિવસની ઉજવણી માટે ગયેલી આ ટ્રિપ દરમિયાન થયેલા અકસ્માતમાં તેમને અનેક ફ્રેક્ચર થયા હતા અને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અકસ્માત બાદ પાર્ક સત્તાવાળાઓ તરફથી પૂરતી મદદ મળી નહોતી.
તેમના જણાવ્યા અનુસાર, જ્યાં તેઓ પડી હતી ત્યાંથી બહાર કાઢવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. તેમને લગભગ 30 મિનિટ સુધી ઊંચકીને લઈ જવામાં આવ્યા હતા જેથી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકાય, પરંતુ એમ્બ્યુલન્સ આવી નહોતી. ત્યારબાદ તેમને ટ્રક મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહોંચવામાં લગભગ એક કલાક લાગ્યો હતો.
બક્ષીએ જણાવ્યું કે તેમની પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નહોતું અને પાર્કની સ્થાનિક ઇન્શ્યોરન્સ પોલિસીમાં તેમને જરૂરી એવી ઇમરજન્સી સર્જરીનો ખર્ચ આવરી લેવાયો નહોતો.
તેમણે કહ્યું, "મારા મિત્રો અને પરિવારજનોએ તરત જ મારી મદદ માટે આગળ આવી ક્રેડિટ કાર્ડની મર્યાદા સુધી ખર્ચ કર્યો, પૈસા ઉધાર આપ્યા અને મારી સર્જરી તથા હોસ્પિટલના ખર્ચમાં મદદ કરી. વીકએન્ડ હોવાથી સારવારમાં વધુ સમય લાગ્યો હતો."
તેમણે ઉમેર્યું, "અકસ્માતના 28 કલાક બાદ મારી કરોડરજ્જુની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. મારા જીવનનો આ સૌથી પીડાદાયક અને ભયાનક અનુભવ હતો. સદનસીબે ડોક્ટરો મારી કમરની નીચેનો ભાગ બચાવવામાં સફળ રહ્યા અને હવે હું મારા પગ હલાવી શકું છું."
ફંડરેઝર શરૂ કર્યું ત્યારે તેઓ હજુ મેક્સિકોમાં જ સારવાર હેઠળ હતી.
બક્ષીએ આશા વ્યક્ત કરી કે સતત સારવાર અને પુનર્વસન થકી તેઓ ફરી સામાન્ય રીતે ચાલી શકશે.
તેમણે કહ્યું, "યોગ્ય સારવાર, ફિઝિયોથેરાપી અને જરૂરી દેખભાળ મળતી રહેશે તો હું ફરી સામાન્ય રીતે ચાલી શકીશ."
"હું જીવિત છું તે માટે ખૂબ જ આભારી છું અને તે ભયાનક ક્ષણોમાં મારી મદદ કરનાર દરેક વ્યક્તિનો જીવનભર ઋણી રહીશ."
તેમણે જણાવ્યું કે તેમની સારવાર હજુ ચાલુ છે. ગરદનમાં હજુ પણ ફ્રેક્ચર છે તેમજ તબીબી ખર્ચ, ફિઝિયોથેરાપી, ફોલોઅપ મુલાકાતો અને દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે.
દાનની અપીલ કરતાં તેમણે કહ્યું, "હાલમાં હું સામાન્ય રીતે ચાલી શકતી નથી અને કામ પર પણ પાછી ફરી શકી નથી."
અપીલના અંતે તેમણે ટૂંકું સંદેશ આપ્યું, "મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવજો."
ડેઇલી મેઇલને આપેલા ઇન્ટરવ્યૂમાં બક્ષીએ અકસ્માત પહેલાંની ક્ષણો યાદ કરતાં જણાવ્યું કે તેઓ પુલ પરથી આસપાસના દૃશ્યોનો વીડિયો બનાવી રહી હતી.
તેમણે કહ્યું, "શું તમને ક્યારેય એવું સપનું આવ્યું છે કે તમે પડી રહ્યા છો અને અચાનક ઊંઘમાંથી જાગી જાઓ? મારી સાથે પણ બિલકુલ એવું જ થયું."
"હું નીચે પડી રહી હતી. તે મારા જીવનની સૌથી લાંબી અને સૌથી ટૂંકી ક્ષણ હતી. હું પડતી વખતે દરેક સેકન્ડ અનુભવી રહી હતી અને પછી મારી કમરના ભાગે જમીન સાથે જોરદાર અથડામણ થઈ."
બક્ષીએ જણાવ્યું કે ઇન્ટરવ્યૂ સમયે તેમની ગરદનની એક હાડકી બંને બાજુથી હજુ પણ તૂટી ગયેલી હતી.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login