રમનદીપ કૌર માન / The Correctional Service of Canada
કેનેડાની કરેકશનલ સર્વિસમાં ફરજ બજાવતા ભારતીય મૂળના એક અધિકારીનું એક સહકર્મી સાથે ફરજ દરમિયાન અકસ્માતમાં મોત થયું છે.
એડમન્ટન ઇન્સ્ટિટ્યૂશન ફોર વુમનમાંથી એક કેદીને અન્ય સ્થળે લઈ જતી વખતે બે કરેકશનલ અધિકારીઓ રામનદીપ કૌર માન અને નિકોલાએ સર્બનનું અકસ્માતમાં મોત થયું હતું.
6 ઓગસ્ટે એડમન્ટનથી લગભગ 270 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અલ્બર્ટા-સાસ્કેચવાન સરહદ નજીક હાઇવે 13 અને 41ના આંતરછેદ પર આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કેદીનું પણ મોત થયું હતું.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અનુસાર, અધિકારીઓ અને કેદીને લઈ જતી મિનિવાન તથા એકલા ડ્રાઇવર સાથેનો હિનો બોક્સ ટ્રક અકસ્માતમાં સામેલ હતા.
કેનેડિયન કરેકશનલ સર્વિસ (CSC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કેનેડાની સેવા અને પોતાની ફરજ બજાવતા સમયે જીવ ગુમાવનારા કરેકશનલ અધિકારીઓ નિકોલાએ સર્બન અને રામનદીપ કૌર માનના નિધનથી અમે અત્યંત દુઃખી છીએ. જાહેર સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, વ્યાવસાયિકતા અને ફરજ પ્રત્યેનું સમર્પણ કેનેડાની કરેકશનલ સર્વિસના મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ હતું.”
નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, “આજે અમારી સંવેદનાઓ નિકોલાએ અને રામનદીપના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ સાથે છે, જેઓ અત્યારે અકલ્પનીય દુઃખનો સામનો કરી રહ્યા છે. અમે તેમને માત્ર કરેકશનલ અધિકારીઓ તરીકે જ નહીં, પરંતુ CSC પરિવારના મહત્વપૂર્ણ સભ્યો તરીકે પણ યાદ કરીએ છીએ. તેમના જીવન, સેવા અને યોગદાનની તેમના સંપર્કમાં આવેલા લોકો પર કાયમી અસર રહી છે.”
Please see below for a statement from the Commissioner of the Correctional Service of Canada: https://t.co/BEhDHD0hrg pic.twitter.com/pYr8oTJAjq
— Correctional Service (@CSC_SCC_en) August 8, 2026
એજન્સીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાથી અનેક પરિવારો અને સમુદાયો પ્રભાવિત થયા છે.
અકસ્મતમાં મોતને ભેટેલી કિયારા મૂસ્વાના નિધન પર પણ એજન્સીએ શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માત સમયે કિયારા મૂસ્વા એજન્સીની કસ્ટડી અને દેખરેખ હેઠળ હતી. એજન્સીએ તેમના પરિવાર, મિત્રો અને સમુદાય પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં અમે આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના સમર્થનમાં એકજૂથ છીએ.”
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ બંને અધિકારીઓના પરિવારજનો અને સહકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે ફેસબુક પર લખ્યું હતું, “દરરોજ કરેકશનલ અધિકારીઓ અત્યંત મુશ્કેલ અને મોટી જવાબદારીવાળું કામ કરે છે. તેઓ કેનેડિયન નાગરિકો અને આપણા સમુદાયોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. ગઈકાલે બે અધિકારીઓએ દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો.”
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login