ADVERTISEMENT

ADVERTISEMENT

નવસારીના યુવાને આફ્રિકામાં આપઘાત કર્યો

નવસારી ગણદેવી તાલુકાના સોનવાડીના મૂળ રહીશ અને છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના બોત્સવાનામાં રહેતા યુવાન હેનિલ નાયકે અગમ્ય કારણસર આપઘાત કરી લેવાની ચર્ચાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 હેનિલ નાયક હેનિલ નાયક / / સૌજન્ય સોશિયલ મીડિયા

 નવસારી ગણદેવી તાલુકાના સોનવાડીના મૂળ રહીશ અને છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના બોત્સવાનામાં રહેતા યુવાન હેનિલ નાયકે અગમ્ય કારણસર આપઘાત કરી લેવાની ચર્ચાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટૂંકાગાળામાં દીકરાને માતા પિતા આફ્રિકા મળવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આઘાતજનક સમાચાર મળતા પગ તળેથી જમીન નીકળી જાય તેવી સ્થિતિ ઉદભવી છે. હેનિલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

 મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાડી વિસ્તારમાં આવેલા સોનવાડી ગામના સેવાભાવી અને અગ્રણી અનાવિલ પરિવાર ઠાકોરભાઇના પુત્ર મેહુલ અને દીપાલીબેનના એકમાત્ર લાડકવાયો દીકરો હેનિલ શાળામાં અભ્યાસ બાદ રાજકોટની એન્જિનિયરીંગ કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યા બાદ આફ્રિકા ગયો હતો. છેલ્લા ચારેક વર્ષથી દક્ષિણ આફ્રિકાના બોત્સવાના ખાતે તે સ્થાયી થયો હતો અને તે સેટ થઇ ગયો હતો. દરમિયાન અચાનક તેના મૃત્યુ અંગેના સમાચારની ચર્ચા ચાલતા અનાવિલ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

મળતી માહિતી મુજબ હેનિલ અને તેના મિત્રો અને તેના પરિવાર સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને બધાના હાલચાલ પૂછતો હતો. થોડા દિવસ પહેલા તે માદરે વતન આવ્યો હતો અને પરિવાર સાથે આવીને સમય વિતાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહીંથી પરત આફ્રિકા ગયા બાદ પણ તે મિત્રોના સંપર્કમાં હતો. ટૂંકાગાળામાં હેનિલના માતાપિતા તેને મળવા આફ્રિકા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં તેના અપમૃત્યુના સમાચારની ચર્ચા ચાલતા અનાવિલ પરિવાર શોકગ્રસ્ત બન્યો હતો. હેનિલે ત્યાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. ત્યારે અનાવિલ સમાજ અને સંબંધીઓ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે.

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?