જશપાલ રાણા / Rajnath Singh/X
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 જૂને ભારતીય શૂટિંગના દિગ્ગજ ખેલાડી અને હાઈ-પરફોર્મન્સ કોચ જસપાલ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાણાનું અવસાન ભારતીય રમતજગત માટે એક મોટી ક્ષતિ છે.
ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરના કોચ રહેલા જસપાલ રાણાનું નવી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલી તબીબી જટિલતાઓને કારણે 49 વર્ષની વયે અવસાન થયું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ લખ્યું કે, "શ્રી જસપાલ રાણા જીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેમનું અવસાન ભારતીય રમતજગત માટે એક મોટી ખોટ છે. શૂટિંગ ક્ષેત્રમાં તેમની અસાધારણ સિદ્ધિઓએ દેશને ગૌરવ અપાવ્યું છે."
મોદીએ વધુમાં જણાવ્યું કે ખેલાડી તરીકેની તેમની સફળતા જેટલી પ્રભાવશાળી હતી, એટલું જ મહત્વપૂર્ણ તેમનું માર્ગદર્શક તરીકેનું યોગદાન પણ રહ્યું છે. તેમણે અનેક યુવા ખેલાડીઓને ઘડ્યા અને આગળ વધાર્યા હતા. રમતજગતમાં શ્રેષ્ઠતા, શિસ્ત અને સમર્પણ માટે તેઓ હંમેશા યાદ રહેશે.
પ્રધાનમંત્રીએ રાણાના પરિવારજનો, મિત્રો અને સમગ્ર રમતજગત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
જસપાલ રાણા ભારતના સૌથી સફળ પિસ્તોલ શૂટરોમાંના એક હતા. તેમણે પોતાના ખેલાડી જીવન દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં 15 મેડલ જીત્યા હતા, જ્યારે એશિયન ગેમ્સમાં અનેક ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યા હતા.
નિવૃત્તિ બાદ તેમણે કોચિંગ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમણે મનુ ભાકર, સૌરભ ચૌધરી અને અનિશ ભાનવાલા જેવા પ્રતિભાશાળી શૂટરોને તાલીમ આપી હતી. તેમના યોગદાન બદલ તેમને વર્ષ 2020માં પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ જસપાલ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શૂટર જસપાલ રાણાના અચાનક નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ માત્ર શ્રેષ્ઠ ખેલાડી અને કોચ જ નહીં, પરંતુ અત્યંત સાદગીભર્યા અને દયાળુ વ્યક્તિ પણ હતા."
રાજનાથ સિંહે જણાવ્યું કે જસપાલ રાણાએ વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. તેમનું અવસાન ભારતીય રમતજગત માટે એક મોટી ખોટ છે.
જસપાલ રાણાને શૂટિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1994માં અર્જુન એવોર્ડ, 1997માં પદ્મશ્રી અને 2020માં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ખેલાડી અને કોચ બંને તરીકે ભારતીય શૂટિંગના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login