ADVERTISEMENT

ADVERTISEMENT

ક્વોન્ટમ સ્પેસે આદર્શ પારેખને CFO તરીકે નિયુક્ત કર્યા

રેન્જર અવકાશયાનના ઉત્પાદનને વેગ આપવા અને શેરબજારમાં પ્રવેશની તૈયારી માટે પારેખ કંપનીની નાણાકીય વ્યૂહરચનાનું નેતૃત્વ કરશે.

 આદર્શ પારેખ આદર્શ પારેખ / Quantum Space

અમેરિકાના મેરીલેન્ડ સ્થિત અવકાશ સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યાધુનિક અવકાશયાન વિકસાવતી કંપની ક્વોન્ટમ સ્પેસ અનુભવી નાણાકીય અધિકારી આદર્શ પારેખને તેના નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કર્યા છે.

પારેખ પાસે અવકાશ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં બે દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ હવે કંપનીની નાણાકીય વ્યૂહરચનાનું નેતૃત્વ કરશે. તેમની જવાબદારીમાં Ranger અવકાશયાનના ઉત્પાદનનો વિસ્તાર, આગામી પેઢીના મેન્યુવરેબલ અવકાશયાનના વિકાસને આગળ વધારવો તેમજ Inflection Point Acquisition Corp. VI સાથેના બિઝનેસ કોમ્બિનેશન દ્વારા કંપનીને જાહેર શેરબજારમાં લાવવાની પ્રક્રિયાને આગળ ધપાવવાનો સમાવેશ થાય છે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જિમ બ્રાઇડનસ્ટાઇન જણાવ્યું કે અવકાશ ઉદ્યોગમાં કોર્પોરેટ ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને વ્યૂહાત્મક સોદાઓનો પારેખનો વિશાળ અનુભવ કંપનીને વધુ મજબૂત નાણાકીય આધાર આપશે. તેમણે કહ્યું કે અવકાશ આધારિત સંરક્ષણ ક્ષમતાઓની વધતી માંગને પહોંચી વળવા મજબૂત નાણાકીય વ્યવસ્થા જરૂરી છે અને પારેખ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પહેલાં પારેખ Sidus Spaceમાં CFO તરીકે કાર્યરત હતા, જ્યાં તેમણે કંપનીની નાણાકીય કામગીરી, મૂડી ફાળવણી અને કેપિટલ માર્કેટ્સ સંબંધિત કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. તે પહેલાં Terran Orbitalના CFO તરીકે તેમણે કંપનીના Lockheed Martin દ્વારા થયેલા અધિગ્રહણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે Lehman Brothersમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કરી હતી અને ત્યારબાદ RRG Capital Managementમાં પ્રિન્સિપલ તરીકે પણ સેવા આપી હતી.

આદર્શ પારેખે જણાવ્યું કે ક્વોન્ટમ સ્પેસે તેના કરારો, ટેક્નોલોજી અને કુશળ ટીમના આધારે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે કંપનીના નાણાકીય પાયાને વધુ મજબૂત બનાવી લાંબા ગાળાના વિકાસ માટે કામ કરવા અને Rangerને લોન્ચ સુધી પહોંચાડવા તેઓ ઉત્સાહિત છે.

હાલમાં ક્વોન્ટમ સ્પેસ પાસે યુ.એસ. સ્પેસ ફોર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ વોર, DARPA અને એર ફોર્સ રિસર્ચ લેબોરેટરી સહિતની અમેરિકી સરકારી એજન્સીઓ સાથે છ કરારો અને અનેક પ્રસ્તાવો છે. તેમાં સ્પેસ ફોર્સના Andromeda કાર્યક્રમ હેઠળ મળેલો કરાર પણ સામેલ છે, જે ભૂસ્થિર કક્ષામાં ઇંધણ ભરી શકાય તેવા અને દિશા બદલી શકતા અવકાશયાનોના મોટા સમૂહની તૈનાતી માટે રચાયેલ IDIQ (Indefinite Delivery, Indefinite Quantity) કાર્યક્રમનો ભાગ છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?