સ્થાનિક ચેરિટેબલ અને સમુદાય સેવા પહેલને ટેકો આપવા માટે 2026 BAPS ચેરિટીઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક-રનમાં ભાગ લેનારાઓ / BAPS Charities
આ વસંતઋતુ દરમિયાન અમેરિકા અને કેનેડાના 100થી વધુ શહેરોમાં યોજાયેલી BAPS ચેરિટીઝની 2026 ‘સ્પિરિટ ઓફ સર્વિસ વોક-રન’માં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા વિવિધ સ્થાનિક ચેરિટેબલ સંસ્થાઓ અને સામાજિક સેવા પહેલોને સમર્થન આપવામાં આવ્યું.
દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં પરિવારો, સમાજસેવકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રથમ પ્રતિસાદ આપતી એજન્સીઓ (ફર્સ્ટ રિસ્પોન્ડર્સ) અને અનેક બિનલાભકારી સંસ્થાઓ જોડાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વયંસેવા અને નાગરિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.
BAPS ચેરિટીઝના જણાવ્યા અનુસાર, આ પહેલથી 90થી વધુ સંસ્થાઓને લાભ મળ્યો, જેમાં ફૂડ બેન્કો, કેન્સર સંશોધન કેન્દ્રો, શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રથમ પ્રતિસાદ આપતી એજન્સીઓનો સમાવેશ થાય છે.
ઉત્તર અમેરિકાના વિવિધ સમુદાયોમાં યોજાયેલા આ વોક-રન કાર્યક્રમો દ્વારા સેવા ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક સંસ્થાઓ સાથેના સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પહેલ અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી પૂર્વે સમુદાય સેવાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો પણ એક ભાગ છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login